ગાંધીધામ, તા. 7 : સાંસદ
ખેલ મહોત્સવ-2025 અંતર્ગત ગાંધીધામના રમત-ગમત સંકુલ ખાતે
કરાટે સ્પર્ધા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ
મોદીની દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ 2025ના
આયોજનના આહ્વાનને પગલે સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન તળે આયોજિત આ
રમતોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, મહામંત્રી મનોજભાઈ
મુલચંદાણી, ગાંધીધામ સુધરાઈના પૂર્વ પ્રમુખ તેજશભાઈ શેઠ, ડી.એસ.ડી.ઓ
જ્યોતિબેન ઠાકુર, કચ્છ કરાટે ફેડરેશનના સન્નીભાઈ બુચિયા તથા
પિયુષભાઈ શ્રીવાસ્તવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કરાટે સ્પર્ધામાં ભાગ લેનારા
રમતવીરોને પ્રમાણપત્ર સાથે સન્માનિત
કરવામાં આવ્યા હતા.