• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

આડેસરમાં તાજું જન્મેલ બાળક મૃત મળતાં ચકચાર

ગાંધીધામ, તા. 7 : આડેસર ગામના રેલવે ફાટક નજીકથી ત્યજાયેલ નવજાત શિશુ મૃત હાલમાં મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. રાપરના આડેસરમાં રેલવે ફાટકની બાજુમાં મોમાઇ કિરાના સ્ટોર નામની દુકાન ચલાવતા પ્રવીણ મોહન કોળી નામના યુવાને અજાણી ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ગઇકાલે પોતાની દુકાને હતો ત્યારે બે અજાણી મહિલા તેની પાસે આવી હતી અને દુકાન સામે રેલવે ફાટકની લોખંડની જાળી પાસે કચરામાં તાજું જન્મેલ બાળક પડયું હોવાની વાત કરી હતી, જેથી ફરિયાદી ત્યાં ગયો હતો. અહીં તાજું જન્મેલ બાળક મૃત હાલતમાં પડયું હતું. માસૂમ બાળકની લાશનું પરીક્ષણ, ડી.એન.એ. વગેરે કરાવવા જામનગર લઇ જવાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. નવજાત શિશુના મૃતદેહનો છૂપી રીતે નિકાલ કરવા કે બાળકનું જન્મ છુપાવવા તેને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd