વિશાખાપટ્ટનમ, તા.7 : દ. આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં બે
સદી અને એક અર્ધસદી ફટકારી જબરદસ્ત પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ સિરીઝ
એવોર્ડ હાંસલ કર્યા બાદ જણાવ્યું કે,
સાચું કહું તો હાલ હું જે રીતે રમી રહ્યો છું તે ઘણું સંતોષજનક છે.
મને નથી લાગતું કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં હું આ સ્તર પર રમ્યો હોઉં. હું ઘણી
હળવાશ અનુભવી રહ્યો છું. મારી રમત સારી રીતે આગળ વધી રહી છે. મેં જે સ્તર નક્કી
કર્યું હતું તે સ્તર સુધી પહોંચી રહ્યો છું. મને લાગે છે કે, પરિસ્થિતિ અનુસાર રમીને ટીમને સંભાળી શકું છું. વિરાટ કોહલીએ આ શ્રેણીમાં 1પ1ની
જોરદાર સરેરાશથી કુલ 302 રન કર્યા હતા. જે દરમિયાન તેણે 12 છગ્ગા
ફટકાર્યા હતા. જે કોઈ એક વન ડે શ્રેણીમાં વિરાટના સૌથી વધુ છે.