મોસ્કો/કિવ, તા. 7 : રશિયાએ
યુક્રેનના આર્મ્ડ ફોર્સીસ ડે પહેલાં જ મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અનેક ઊર્જા મથકો
અને રેલવે માળખાંને નુક્સાન થયું હતું તેમજ આઠ જણ ઘવાયા હતા. યુક્રેન એરફોર્સના
જણાવ્યા અનુસાર 29 સ્થળે 6પ3 ડ્રોન
તથા પ1 મિસાઈલ દાગવામાં આવી હતી, પણ પ8પ ડ્રોન અને 30 મિસાઈલ
હવામાં જ પ્રહાર સાથે ફગાવી દેવાઈ હતી. મીડિયા અહેવાલો મુજબ રૂસે આ હુમલા દરમ્યાન
ભૂલથી યુક્રેન સરહદથી 40 કિલોમીટરના અંતરે આવેલાં પોતાનાં
જ શહેર બેલ્ગોરોડમાં ફેબ-1000 નામનો લગભગ 1000 કિલોનો
બોમ્બ ફગાવ્યો હતો. આ બોમ્બ સંપૂર્ણપણે ફાટયો નહીં, પણ જમીન પર જોરદાર ધડાકો થયો અને મોટો ખાડો
પડી ગયો હતો. રશિયાના હવાઈ હુમલામાં અનેક ઊર્જા સ્ટેશનો અને રેલવેનાં માળખાંને
નુક્સાન થયું હતું. જાપોરેજિયા અણુ મથકનો પાવર પણ અમુક સમય માટે કપાઈ ગયો હતો. જો
કે, રિએક્ટર બંધ હોવાના લીધે કોઈ મોટું જોખમ સર્જાયું
નહોતું. રશિયાએ અલગ અલગ સ્થળે લગભગ 700 હુમલા કર્યા હતા, જેમાં આઠ જણને નાની-મોટી
ઈજાઓ થઈ છે. રાષ્ટ્રપતિ વોલદોમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, કિવ નજીકના ફાસ્ટિવ પાસે ડ્રોન હુમલામાં એક રેલવે સ્ટેશન સંપૂર્ણપણે નષ્ટ
થઈ ગયું હતું. દરમ્યાન,રશિયાએ પણ યુક્રેન પર હવાઈ હુમલાના આરોપ લગાવ્યા છે. રુસના જણાવ્યા અનુસાર
તેણે રાત દરમ્યાન યુક્રેનના 116 ડ્રોન મારી ફગાવ્યા હતા.
યુક્રેને રશિયાની રયાજાન તેલ રિફાઈનરી પર લાંબા અંતરના ડ્રોનથી હુમલો કર્યો હતો.
યુક્રેનની સેના અને રશિયાના સ્થાનિક અધિકારીઓએ પણ એ વાતની પુષ્ટિ કરી હતી.