ભુજ, તા. 7 : ચાર
માસ પૂર્વે મુંદરામાં કુરિયર મારફતે આવેલા ગાંજા સાથે તેની ડિલિવરી લેનારો શખ્સ
ઝડપાયો હતો. આ ગાંજો મંગાવનારો અભિષેકસિંગ મુન્નાસિંગ ભૂમિઆર ઉર્ફે ગબ્બર (રહે.
નાના કપાયા, તા.
મુંદરા) નાસતો-ફરતો હતો જેને એસઓજીએ ઝડપી પાડયો છે. આ અંગે વિગતો મુજબ ચાર માસ
પૂર્વે મુંદરામાં કુરિયર મારફત આવેલો 5.012 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની
કિં.રૂા. 50,120ના મુદ્દામાલ સાથે સૂરજકુમાર રામબલમ
સાહને ઝડપી પાડયો હતો. આ ગાંજો તેના મિત્રો આકાશ પાસવાન અને ગબ્બરે મગાવ્યો હતો. આ
કેસમાં નાસતો-ફરતો આરોપી અભિષેકસિંગ મુન્નાસિંગ ભૂમિઆર ઉર્ફે ગબ્બરને એસઓજીએ
નદીવાળા નાકા પાસેથી હસ્તગત કરી મુંદરા પોલીસને સોંપ્યો છે. આ કામગીરીમાં એસઓજીના
પીઆઇ કે. એમ. ગઢવી, પીએસઆઇ એઁમ. એલ. વાઘેલા, એએસઆઇ ચેતનસિંહ જાડેજા તથા
હે.કો. ગોપાલભાઇ ગઢવી જોડાયા હતા.