• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ટ્રમ્પે વિઝા નિયમો આકરા કર્યા

વોશિંગ્ટન, તા. 7 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિઝા નિયમોમાં મોટો બદલાવ કર્યો છે, જેની અસર વિશાળ સંખ્યામાં ભારતીય સમુદાય પર પણ થશે, તેવું જણાય છે. આ નવા નિયમ તમામ વિઝા કેટેગરી પર લાગુ થશે, જેમાં પત્રકાર, પર્યટક તેમજ નોકરી માગનાર વર્ગના લોકો સામેલ છે. નવા નિયમોની સૌથી મોટી અસર એચ-વનબી વિઝા પર પડશે. આ વિઝા સામાન્ય રીતે ટેક. કંપનીમાં કામ કરતા ઇજનેરો, ટેક્નોક્રેટ્સને મળે છે, જેમાં મોટી સંખ્યા ભારતીયોની છે. નવા નિયમોમાં જણાવાયું છે કે, વિઝા અધિકારીઓએ હવે અરજદારોની વ્યાવસાયિક ઓળખ, નોકરીની જવાબદારીઓ, લિંકડ ઇન પ્રોફાઇલ, સોશિયલ મીડિયા ગતિવિધિઓની તપાસ કરવી પડશે. તપાસ બાદ કોઇ વ્યક્તિ એવા કોઇ ક્ષેત્ર સાથે જોડાયેલી જણાશે, જેને પ્રશાસન અભિવ્યક્તિની આઝાદી પર રોક માને છે, તો તેવા અરજદારના વિઝા રદ કરી દેવાશે. અમેરિકી પ્રશાસને આ પગલાંને નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાની સુરક્ષા લેખાવ્યું છે. જો કે, ભારત સહિત દેશોમાં આવા બદલાવથી સ્વાભાવિક નારાજગી ફેલાશે.

Panchang

dd