ભુજ, તા. 7 : શહેરના
ગણેશનગર પાસે બાપા સીતારામ મઢુલી નજીક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં
જણાવ્યા પ્રમાણે આરોપી મયૂરસિંહ વાઘેલાએ તમે રસ્તે જતી છોકરીઓની સામે કેમ જુઓ છો ? તેમ કહી બોલાચાલી કરી
ધકબૂસટનો માર મારી છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. છરી વડે હુમલામાં ગંભીર
પ્રકારની ઈજાઓ થતાં તેને જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો
દાખલ કરીને કાર્યવાહી કરી છે.