વોશિંગ્ટન, તા. 7 : ફીફા
વર્લ્ડ કપ-2026નો ડ્રો ગઇકાલે બહાર પડી ચૂક્યો છે. જે
સાથે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાનાર 48 ટીમ વચ્ચેના ફૂટબોલ વર્લ્ડ કપનું
કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 2026ના ફૂટબોલ વિશ્વ કપમાં વર્તમાન
ચેમ્પિયન લિયોનલ મેસ્સીની ટીમ ગ્રુપ જેમાં છે. જેમાં તેની સાથે ઓસ્ટ્રિયા, અલ્જિરિયા અને જોર્ડન છે
જ્યારે ગ્રુપ ઓફ ડેથ તરીકે આ વખતે ગ્રુપ આઈ છે. જેમાં ગત વખતની રનર્સ અપ ટીમ
ફ્રાંસ, સેનેગલ, નોર્વે અને ફીફા
પ્લેઓફ વિનર ટીમ હશે. આ ટીમની રેસમાં હાલ બોલિવિયા, સૂરીનામ
અને
ઇરાક છે.
ગ્રુપ એ : મેક્સિકો, દ. કોરિયા, દ. આફ્રિકા અને યુરોપીય પ્લેઓફ વિનર ડી ટીમ
ગ્રુપ બી : કેનેડા, સ્વિત્ઝરલેન્ડ, કતાર અને યુરોપીય પ્લેઓફ વિનર એ ટીમ
ગ્રુપ સી : બ્રાઝિલ, મોરક્કો, સ્કોટલેન્ડ અને હેતી
ગ્રુપ ડી : અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પરાગ્વે અને યુરોપીય પ્લેઓફ વિનર સી ટીમ
ગ્રુપ ઇ : જર્મની, કુરાકાઓ, કોસ્ટા ડી આઇવર અને ઇકવાડોર
ગ્રુપ એફ : નેધરલેન્ડ, જાપાન, ટયુનિશિયા અને યુરોપીય પ્લેઓફ વિનર બી ટીમ
ગ્રુપ જી : બેલ્જિયમ, ઇરાન, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ
ગ્રુપ એચ : સ્પેન, ઉરૂગ્વે, યુએઇ અને કેપ વર્ડે
ગ્રુપ આઇ : ફ્રાંસ, સેનેગલ, નોર્વે અને ફીફા પ્લેયર વિનર ટીમ
ગ્રુપ જે : આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, અલ્જિરિયા અને જોર્ડન
ગ્રુપ કે : પોર્ટૂગલ, કોલંબિયા, ઉઝબેકિસ્તાન અને ફીફા પ્લેયર વિનર ટીમ
ગ્રુપ એલ : ઇંગ્લેન્ડ, ક્રોએશિયા, પનામા અને ઘાના