લોડરડેલ (અમેરિકા), તા. 7 : આવતા
વર્ષે રમાનાર ફીફા વર્લ્ડ કપ અગાઉ સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ ફરી એકવાર શાનદાર
દેખાવ કર્યો છે. મેસ્સીની ટીમ ઇંટર મિયામી મેજર લીગ સોકર (એમએલએસ) કપ ફૂટબોલ
ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ઇંટર મિયામી અને વેંનકુંવર વ્હાઇટકેપ્સ
ટીમ વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં જર્મન સુપરસ્ટાર થોમસ મુલર સામેલ હતો. આથી આ ટક્કર
મેસ્સી વિ. મુલર બની હતી. જેમાં મેસ્સીએ બાજી મારી હતી. તેની ટીમ ઇંટર મિયાની
વેંનકુંવર વ્હાઇટકેપ્સને 3-1 ગોલથી હાર આપી એમએલએસ કપમાં
પહેલીવાર ચેમ્પિયન બની હતી. મેસ્સીએ તેની કેરિયરની 47મી ટ્રોફી જીતી સીઝન સમાપ્ત કરી
હતી. ફાઇનલમાં મેસ્સી બે ગોલ કરવામાં મદદ કરી હતી.