ગાંધીધામ, તા. 7 : શહેરના
સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં એક દુકાન તથા મકાનમાંથી પોલીસે રૂા. 42,600નો
દારૂ જપ્ત કર્યો હતો, પરંતુ આરોપી ગેરહાજર મળ્યો હતો. શહેરના નવી સુંદરપુરી, ધોબીઘાટ વિસ્તારમાં રહેનાર નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણા નામનો શખ્સ દારૂ
વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જો કે, આ શખ્સ અગાઉ પણ દારૂના ગુનામાં આવી ચૂક્યો છે. તેના કબજાની દુકાન તથા
મકાનમાંથી મેકડોવેલ્સ નં. 1 - 750 મિ.લી.ની 8, મેકડોવેલ્સ
નંબર-1 સેલીબ્રેશન - 750 મિ.લી.ની ત્રણ, ઓલ્ડ મંક - 750 મિ.લી.ની
9, એવરગ્રીન
750 મિ.લી.ની
7, રીડસ
રીઝર્વ સુપીરીયર ગ્રેન વ્હીસ્કી 180 એમ.એલ.ના 8 ક્વાર્ટરિયા
તથા 200 મિ.લી.ની કોથળીઓમાંથી અંગ્રેજી દારૂ ભરેલ
પાંચ લિટરની 20 કોથળી તથા 100 કોથળી દેશી દારૂ એમ કુલ રૂા. 42,600નો
શરાબ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઈન રાજસ્થાન,
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પંજાબ ઓન્લી લખેલો
આ દારૂ નરેશ પાસે ક્યાંથી આવ્યો હતો તે હજુ બહાર આવ્યું નથી.