• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

શૂટીંગ વર્લ્ડ કપ ફાઇનલ્સમાં સુરૂચિ સિંહને ગોલ્ડ મેડલ : મનુ ભાકર નિશાન ચૂકી

દોહા, તા. 7 : પ્રતિભાશાળી ભારતીય નિશાનેબાજ સુરૂચિ સિંહ શાનદાર દેખાવ કરીને આઇએસએસએફ વિશ્વ કપ ફાઇનલ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જયારે અન્ય એક ભારતીય નિશાનેબાજ સંયમ સિંઘને રજત ચંદ્રક પ્રાપ્ત થયો છે. ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર સ્ટાર શૂટર મનુ ભાકરે નિરાશ કર્યાં હતા. તે મેડલ ચૂકી ગઇ હતી. 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુરૂચિ સિંહે ફાઇનલમાં 24પ.1નો સ્કોર કરી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. મનુ ભાકર 179.2 પોઇન્ટના સ્કોર સાથે પાંચમા નંબરે રહી હતી. પુરુષ વિભાગની આ સ્પર્ધામાં સંયમ સિંઘને રજત ચંદ્રક મળ્યો હતો.

Panchang

dd