વિશાખાપટ્ટનમ, તા. 7 : વિરાટ
કોહલીએ વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે પોતાની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન 20મી વખત
પ્લેયર ઓફ ધ સિરીઝ થયો છે. આ સાથે જ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો કોહલી દુનિયાનો પહેલો
ક્રિકેટર બની ગયો છે. તેણે પોતાના આદર્શ મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડયો છે.
સચિનના નામે 19 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ છે. દ. આફ્રિકા સામેની વન-ડે
શ્રેણીમાં કિંગ કોહલીએ 13પ, 102 અને અણનમ 6પ રનની
ઇનિંગ રમી હતી.