• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ધોરાવર બસ સ્ટેશન પાસે કારે સાડા સાત વર્ષના માસૂમને હડફેટે લેતા કરૂણ મોત

ભુજ/ગાંધીધામ, તા.7 : તાલુકાના ખાવડા વિસ્તારમાં ધોરાવર ગામના બસ સ્ટેશનની બાજુમાં રોડ પર  ગઈકાલે બપોરે પૂરપાટ ઇનોવા કારે ધોરાવર ગામના  જ સાડા સાત વર્ષના અલફાઝ મુસ્તાક હુશેન સમાને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નિપજ્યુ હતું. અંજાર તાલુકાના બિટ્ટા વલાડિયામાં રહેનાર ચના પાંચાભાઇ ચાવડા (ઉ.વ. 42) નામના યુવાને ડિઝલ છાંટીને જાત જલાવી લીધી હતી. આ બાબતે ખાવડા પોલીલ મથકે મૃતક અલફાઝના પિતા મુસ્તાક હુશેન સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ખાવડા તરફથી આવતી ઈનોવા ગાડી નંબર જીજે 12 બીઆર 9748ના ચાલક આદિત્ય રમેશભાઇ આહીર (રહે. ભીમાસર, તા. અંજાર)એ પોતાની ગાડી પુરઝડપે ચલાવી ફરીયાદીના દિકરા સાત વર્ષ છ માસના અલ્ફાઝ સમાને ટક્કર મારતા પેટના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. ખાવડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ બિટ્ટા વલાડિયામાં રહેતા ચનાભાઇ ચાવડા નામના યુવાને ગઇકાલે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યુવાને પોતાના ઉપર ડીઝલ છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સરવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd