વિશાખાપટ્ટનમ, તા. 7 : ભારતીય
ટીમના ડાબોડી યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તે
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી કરનારો ભારતનો છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. આ પહેલા
ભારત તરફથી આ સિદ્ધિ સુરેશ રૈના,
રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી અને શુભમન ગિલ હાંસલ કરી ચૂક્યા છે. આ ઉપરાંત યશસ્વીએ તેના
ફક્ત ચોથા વન-ડેમાં સદી કરી છે. તેનાથી ઓછી ઇનિંગ્સમાં સદી ફક્ત કે.એલ. રાહુલ અને
મનીષ પાંડેએ કરી છે. રાહુલે તેના ડેબ્યૂ વન-ડે મેચમાં અને મનીષે તેની ત્રીજી
ઇનિંગ્સમાં સદી કરી હતી. કેદાર જાધવે પણ પોતાની ચોથી વન ડે ઇનિંગ્સમાં સદી કરી
હતી.