• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

જુ. હોકી વર્લ્ડ કપ સેમિફાઇનલમાં જર્મની સામે ભારતનો 1-પ થી પરાજય

ચેન્નાઇ, તા. 7 : જુનિયર વર્લ્ડ કપ હોકીની ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમનું સપનું તૂટયું છે. આજે રમાયેલી સેમિફાઇનલમાં સાત વખતની પૂર્વ ચેમ્પિયન જર્મન ટીમ સામે ભારતીય યુવા હોકી ટીમના1-પ ગોલથી કારમો પરાજય થયો હતો. ફાઇનલ મુકાબલામાં જર્મનીની ટક્કર સ્પેન સામે થશે. જુનિયર વિશ્વ કપ હોકી સ્પર્ધામાં આ પહેલાં વર્ષ 2001 અને 2016માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ચેમ્પિયન થઇ હતી. આ વખતે ભારતની સફર સેમિફાઇનલમાં સમાપ્ત થઇ છે. સેમિમાં ભારત તરફથી એકમાત્ર ગોલ મેચની પ0મી મિનિટે અનમોલ એક્કાએ કર્યો હતો. સેમિફાઇનલમાં જર્મન ટીમનું સંપૂર્ણ વર્ચસ્વ રહ્યંy હતું. જર્મન ટીમે મેચની 13મી, 1પમી, 30મી, 40મી અને 48મી મિનિટે ગોલ કર્યા હતા. અગાઉ ભારતે ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે શૂટઆઉટમાં જીત મેળવી સેમિમાં જગ્યા બનાવી હતી. પહેલાં સેમિફાઇનલમાં બે વખતની પૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિના ટીમ સામે સ્પેનનો 2-1 ગોલથી રોમાંચક વિજય થયો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Panchang

dd