• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

રોહિત-વિરાટની પ્રશંસા કરી કોલ્ડવોર ઠારવાનો પ્રયાસ કરતો કોચ ગંભીર

વિશાખાપટ્ટનમ, તા. 7 :  ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યંy છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ દ. આફ્રિકા સામેની સિરીઝમાં એ કર્યું જે તેઓ લાંબા સમયથી કરતા આવ્યા છે. વિરાટ અને રોહિત સાથે `કોલ્ડવોર'ના અહેવાલો વચ્ચે ગંભીરે આશા વ્યક્ત કરી કે આગળ પણ તેઓ આવું જ યોગદાન આપતા રહેશે કારણ કે, 0 ઓવરના ફોર્મેટમાં તેમનું પ્રદર્શન હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અહેવાલમાં એવા દાવા થઇ રહ્યાં છે કે, કોચ ગંભીર સાથે રોહિત-વિરાટ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.  દ. આફ્રિકા સામેની વન-ડે શ્રેણી જીત બાદ કોચ ગંભીરે બે બેટર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની પ્રશંસા કરી હતી. બંનેને ઇજાગ્રસ્ત શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્થાને ટીમમાં જગ્યા મળી હતી. બંનેએ એક-એક સદી કરી હતી. કોચે કહ્યંy કે, ઋતુરાજ અને યશસ્વી જેવા ખેલાડીઓને મોકા મળતા રહેશે. યશસ્વીની શતકીય ઇનિંગ્સ વિશે કહ્યું કે, ડાબા હાથના આ ઓપનિંગ બેટરની કેરિયર સારી રીતે આગળ વધવાની અપાર સંભાવના છે. જ્યારે ઋતુરાજની પ્રશંસામાં કહ્યું કે, દબાણમાં બેટિંગ કરનારો તે શાનદાર ખેલાડી છે.

Panchang

dd