નવી
દિલ્હી, તા. 24 : 40 વર્ષની
ઉંમરે પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જબરદસ્ત ફિટનેસ ધરાવે છે. તેણે ફરી એકવાર દુનિયાને
બતાવી દીધું છે કે તે મેદાન પર પોતાની ફિટનેસ, ઝનૂન અને કૌશલથી
ઇતિહાસ લખે છે. ગઇકાલે રમાયેલી સાઉદી પ્રો લીગની એક મેચમાં અલ નાસર કલબ તરફથી રમી રહેલા
રોનાલ્ડોએ આખરી ક્ષણોમાં અલ ખલીજ ટીમ વિરુદ્ધ હવામાં ઊંધી ગૂલાંટ મારીને અદ્ભુત બાઇસિકલ
ગોલ કરીને સૌને અંચબિત કરી દીધા હતા. આ ગોલ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ (ગોટ) લેવલનો હતો.
જેણે રોનાલ્ડોના જ 2017ના
ચેમ્પિયન્સ લીગ વખતના ગોલની યાદ અપાવી દીધી હતી. રોનાલ્ડોની કેરિયરનો આ 9પ4મો
ગોલ હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ફૂટબોલ ચાહકો
રોનાલ્ડોના બાઇસિકલ ગોલને વારંવાર જોઇ રહ્યા છે. મેચમાં રોનાલ્ડોની ટીમ અલ નાસરનો 4-1થી વિજય થયો હતો.