નવી
દિલ્હી, તા. 24 : સ્ટાર
ફૂટબોલર લિયોનલ મેસ્સીનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. મેસ્સીએ મેજર લીગ સોકર ટૂર્નામેન્ટની
સેમિ ફાઇનલમાં નવો વિક્રમ બનાવ્યો છે. ઈન્ટર મિયામી તરફથી રમી રહેલા મેસ્સીએ સિનસિનાટી
એફસી ટીમ વિરુદ્ધની 4-0ની
જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. આ મેચમાં મેસ્સીએ એક ગોલ કર્યો હતો અને ત્રણ ગોલ
કરવામાં મદદ કરી હતી. આ સાથે 38 વર્ષીય
મેસ્સીએ તેની કારકિર્દીમાં 1300 ગોલમાં
યોગદાન આપીને નવો વિક્રમ બનાવ્યો છે. આ મામલે મેસ્સીના નજીકના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના
ખાતામાં 1213 ગોલમાં યોગદાન
છે. આર્જેન્ટિનાના આ મહાન ખેલાડીનાં નામે કુલ 896 ગોલ
છે.