માંડવી, તા. 26 : કરાટે મહાસંઘ ગુજરાત, ગુજરાત રાજ્ય દ્વારા દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
આણંદ ખાતે યોજાયેલી ગુજરાત ઓપન કરાટે ચેમ્પિ. ર0રપમાં જાગૃત કરાટે એકેડેમી અને સ્પંદન સ્પોર્ટ્સ
એકેડમી માંડવી કચ્છના કરાટેના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી આગામી સમયમાં મહારાષ્ટ્ર
મૂકામે યોજાનારી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે. જપન ડાંગેરાએ
કાતામાં અંડર-ર1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ તથા સિનિયર કેટેગરીમાં
બ્રોન્ઝ મેડલ, અંડર ર1 બહેનોની કૃમિતેમાં માહી પટેલે બ્રોન્ઝ, સબ જુનિયર કૃમિતેમાં જીત ફૂફલે સિલ્વર,
કેડેટ કેટેગરીમાં વેદ પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ભાઈઓની
સિનિયર કેટેગરીની કૃમિતેમાં ભાવેશ મોતાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.જાગૃત કરાટે એકેડમી
તેમજ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમીના કરાટે કોચ સેન્સાઈ ગૌરવ રાજગોરનું માર્ગદર્શન મળ્યું
હતું. સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમીના ચેરમેન ડો. પરાગ મર્દાનિયાએ ખેલાડીઓની આ સિદ્ધિને
બિરદાવતા કહ્યું હતું કે, રમત પ્રત્યેની સાચી લગન થકી આ સ્થાન
પ્રાપ્ત કર્યું છે.