નવી દિલ્હી, તા. 26 : સંરક્ષણમંત્રી
રાજનાથાસિંહે પાકિસ્તાનને સિરક્રીક વિસ્તાર અંગે ચેતવણી આપ્યા બાદ રઘવાયાં બનેલાં પાકિસ્તાનના
નૌકાદળના વડાએ વિવાદિત વિસ્તારની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને ત્યાં ત્રણ હોવરક્રાફ્ટ
તૈનાત કર્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, પાકિસ્તાની નૌકાદળના વડા એડમિરલ નવીદ અશરફે સિરક્રીક ખાતે એક લશ્કરી છાવણીની
મુલાકાત લીધી હતી. દરમિયાન, અશરફે સિરક્રીકથી બલુચિસ્તાનમાં જીવાની
સુધી પાકિસ્તાની સાર્વભૌમત્વનું રક્ષણ કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે નૌકાદળને ત્રણ
ઉભયજીવી હોવરક્રાફ્ટ (બોટ) પણ સોંપી હતી, જે ઇંગ્લેન્ડ પાસેથી
ખરીદ્યા હતા. નોંધનીય છે કે, દશેરાના અવસરે રાજનાથાસિંહે સિરક્રીક
વિસ્તારની મુલાકાત લીધી હતી અને ભારતીય સૈનિકો સાથે શસ્ત્રપૂજા પણ કરી હતી. તે વેળાએ
રાજનાથાસિંહે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો સિરક્રીક
વિસ્તારમાં કોઈપણ નાપાક ગતિવિધિઓ થશે, તો પાકિસ્તાનના ઇતિહાસ
અને ભૂગોળ બંને બદલાઈ જશે.