ખાવડા, તા. 21 : ખાવડા કોલી સમાજ યુવા સમિતિ દ્વારા
લુડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે `સુપર સિક્સ ડે ક્રિકેટ
ટૂર્નામેન્ટ સિઝન-2-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના
ખેલાડીઓમાં ખેલદિલી તથા એકતાની ભાવના વધારવા હેતુથી આયોજિત આ ટૂર્નામેન્ટમાં 16 ટીમે
ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતમાં આશાપુરા ખોખરા ટીમે ચેમ્પિયનશિપ જીત મેળવી હતી, જ્યારે ખાવડા ફાઈટર ટીમ
રનર્સઅપ રહી હતી. વિસ્તારના અગ્રણીઓ જિલ્લા પંચાયત સદસ્ય રસીદભાઇ સમા, રતડિયા સરપંચ જુમાભાઇ સમા, ગોળપરના મીઠુભાઇ આયર,
ખાવડા સરપંચ જેસંગ રાણા, ઉપસરપંચ સુરેશભાઇ
ભદ્રુ, લોહાણા સમાજના હીરાલાલ રાજદે, વિપુલભાઈ
તન્ના પ્રમુખ, વાહેદ સુમરા, યાકુબ
ખત્રી, બબાભાઇ કોલી, હારૂન સુમરા,
કાસમ મીસરી, દેવાભાઇ મેરૂ વગેરેએ ડોનેશન
આપ્યું હતું. કોલી સમાજ યુવા સમિતિના ખેતાભાઇ, મનોજભાઈ,
જિગરભાઇ, દીપકભાઇ, ભરતભાઇ,
હરેશભાઈએ સહયોગ આપ્યો હતો.