• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અફ્રિદી પાક. વન-ડે ટીમનો નવો કપ્તાન : રિઝવાનની હકાલપટ્ટી

લાહોર તા. 21 : પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર કપ્તાનપદની ફેરબદલી થઇ છે. વન ડે ટીમના કેપ્ટન તરીકે ઝડપી બોલર શાહિન શાહ અફ્રિદીની નિયુકિત થઇ છે. જયારે મોહમ્મદ રિઝવાનની કપ્તાનપદેથી હકાલપટ્ટી થઇ છે. રિઝવાને વર્ષ 2024માં પાક. વન ડે ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. બીજી તરફ શાહિન અફ્રિદી અગાઉ પાક. ટી-20 ટીમનો કપ્તાન રહી ચૂકયો છે. જો કે બાદમાં તુરત તેની કપ્તાની છીનવી લેવાઇ હતી. હવે તે વન ડે ફોર્મેટમાં પાક. ટીમની આગેવાની લેશે. મોહમ્મદ રિઝવાનની કપ્તાનીમાં પાકિસ્તાન 20 મેચમાંથી 9 મેચમાં જીત મેળવી હતી. તેની કપ્તાનીમાં પાક. ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ જીતી શકી ન હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી જીત મેળવી હતી. અફ્રિદીના નેતૃત્વમાં પાક. ટીમ આવતા મહિને દ. આફ્રિકા સામે વન ડે શ્રેણી રમશે.

Panchang

dd