• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

પાકે સલમાનને આતંકી ઘોષિત કર્યો !

ઈસ્લામાબાદ, તા.26 : બોલીવૂડ અભિનેતા સલમાન ખાનનાં નિવેદનથી બોખલાયેલાં પાકિસ્તાને છીછરાઈભર્યું પગલું ભરતાં સલમાનને આતંકવાદી ઘોષિત કરી નાખ્યો હતો. તાજેતરમાં જ સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમમાં અભિનેતાએ બલુચિસ્તાનને અલગ દેશ લેખાવ્યો હતો, જેના પર શાહબાઝ શરીફ સરકાર ખરાબ રીતે ઉશ્કેરાઈ ગઈ હતી.શાહબાઝ સરકારે સત્તાવાર જાહેરનામું જારી કરતાં આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ સલમાન ખાનને આતંકવાદી ઘોષિત કરી દીધો છે. મળતી માહિતી મુજબ, આતંકને  પોષતાં પાકનાં ગૃહમંત્રાલયે ભારતીય અભિનેતાનું નામ ચોથી અનુસૂચિમાં સામેલ કરી દીધું હતું. બીજીતરફ, આ નિવેદન બાદ બલુચિસ્તાનના નેતાઓ સલમાન ખાનથી ખુશ છે. બલુચ નેતાઓએ ભારતીય અભિનેતાનો આભાર પણ માન્યો હતો. 

Panchang

dd