• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

અફઘાનનો ધબડકો : ઝિમ્બાબ્વે મજબૂત સ્થિતિ ભણી

હરારે, તા. 21 : ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટના પ્રારંભે અફઘાનિસ્તાનનો 127 રનમાં ધબડકો થયો હતો. આમ, અફઘાન ટીમ માત્ર 32.3 ઓવરમાં ઢેર થઇ હતી. છેલ્લા અહેવાલ મુજબ ઝિમ્બાબ્વેએ પાંચ વિકેટે 284 રન કર્યા હતા. એક સમયે અફઘાનિસ્તાનના 1 વિકેટે 77 રન હતા. આ પછી પ0 રનમાં બાકીની 9 વિકેટ ગુમાવી હતી. સૌથી વધુ 37 રન રહમાનઉલ્લાહ ગુરબાજે કર્યા હતા. આ સિવાય અબ્દુલ મલિકે 30 અને ઇબ્રાહિમ ઝારદાને 19 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી બ્રેંડ એજન્સે કારકિર્દીમાં પહેલીવાર પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. તેણે 22 રનમાં પ વિકેટ લીધી હતી. પહેલા દિવસની રમતના અંતે ઝિમ્બાબ્વેના 2 વિકેટે 130 રન થયા હતા અને 3 રને આગળ થયું હતું. બેન કરણ અર્ધસદી કરી બાવન રને નોટઆઉટ રહ્યો હતો. નિક વેલ્ચ 49 રને આઉટ થયો હતો. બ્રેંડન ટેલર 18 રને અણનમ રહ્યો હતો.

Panchang

dd