મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 26 : નખત્રાણા
ખાતે અખિલ કચ્છ લોહાર વાઢા સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
કુનરિયા ઈલેવન અને એસ.આર. સંજોગનગર વચ્ચે ફાઈનલમાં જંગ જામ્યો હતો, જેમાં કુનરિયા ઈલેવન ચેમ્પિયન બની હતી. ફાઈનલ
ઈનામ વિતરણમાં અખિલ કચ્છ લોહાર વાઢા સમાજના અગ્રણી હાજી નિશારભાઈ લોહારે ખેલકૂદની ભાવના
બિરદાવી હતી. લોહાર કાસમભાઈ, સોકતભાઈ, ઈકબાલભાઈ,
ઈબ્રાહીમભાઈ, હારૂનભાઈ (પ્રજાઉ), સુલતાનભાઈ, અલીભાઈ, આમદભાઈ વગેરે
ઉપસ્થિત રહ્યા હતા. મેન ઓફ ધ સિરિઝના દાતા ગુડલક સ્ટીલ એન્ડ હાર્ડવેર (નખત્રાણા),
તમામ મેન ઓફ ધ મેચનાં ટીશર્ટના દાતા ઈકબાલ લોહાર (નખત્રાણા) રહ્યા હતા.
મેન ઓફ ધ સિરીઝ મજીદ લોહાર, બેસ્ટ બેટ્સમેન શોહેબ લોહાર થયા હતા
એવું આમદ લોહારે જણાવ્યું હતું.