• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

આદિપુરમાં અગાઉનાં મનદુ:ખ મુદ્દે સાત જણનો હુમલો : ચારને ઈજા

ગાંધીધામ, તા. 26 : આદિપુરમાં અગાઉના ઝઘડાના મનદુ:ખ મુદ્દે છ જણે ધોકા અને પાઈપ વડે પિતા-પુત્ર સહિત ચાર જણ ઉપર હુમલો કર્યો હતો. મેઘપર બોરીચીમાં રહેતા પવનભાઈ રામતેજ ચૌહાણે  તેમના  કુટુંબી આરોપી  રામપાલ વિશ્વનાથ ચૌહાણ, વિશ્વનાથ ચૌહાણ, જંગી લછીરામ ચૌહાણ, જંગીનો ભાઈ, ખુશ્બી જંગી ચૌહાણ, લાલુ વિશ્વનાથ  ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, છ મહિના  અગાઉ જમીનના ઝઘડા મુદ્દે થયેલી ફરિયાદનું મનદુ:ખ રાખીને આરોપીઓએ ધોકા અને પાઈપ વડે હુમલો કરતાં  ફરિયાદીને માથાના ભાગે ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના પુત્ર આનંદ તેમજ ફરિયાદીના સાળી સંતોષીબેન અને તેમના પુત્ર રાજને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd