• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

અંજારના કુખ્યાત આરોપી સામે પાસા તળે કાર્યવાહી

ગાંધીધામ, તા. 26 : અંજાર પોલીસ મથક સહિતના જુદા-જુદા  પોલીસ મથકના દારૂના ગુનાના કુખ્યાત આરોપી વિરુદ્ધ પોલીસે પાસા તળે કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો હતો. અંજારના  દબડા વિસ્તારમાં ભેલેનાથમાં રહેતા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જોરૂભા વાધેલા વિરુદ્ધ એલ.સી.બી. પોલીસે પાસા તળે દરખાસ્ત કરી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ દરખાસ્ત મંજૂર કરતા વોરંટ ઈસ્યૂના આધારે પોલીસે આ આરોપીની ધરપકડ કરી  સુરતની લોજપોર મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો. કુખ્યાત  આરોપી વિરુદ્ધ અંજાર, ગાગોદર  અને દુધઈ પોલીસ મથકે વિદેશી દારૂનો  જથ્થો મગાવી સંગ્રહ કરવા તથા હેરફેર કરવા અંગે દસ ગુના નોંધાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું.  

Panchang

dd