• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

ગ્રામ્ય સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ

કારાઘોઘા, (તા.મુંદરા), તા. 26 : સરકાર ગ્રામ વિકાસ અને ગામડાંઓમાં આધુનિક સુવિધાઓ માટે કટિબદ્ધ છે. પર્યાવરણ જતન માટે ગામેગામ વૃક્ષારોપણ તેમજ સ્વદેશી વસ્તુઓ તથા જૈવિક ખેતી અપનાવવી જોઈએ એવું માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કારાઘોઘા ખાતે મુંદરા તાલુકાના લાખાપર બેઠક અંતર્ગત આવતા વિવિધ 5ાંચ કરોડ 93.50 લાખના વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત તથા વિવિધ દાતાઓના સહયોગથી નિર્માણ પામેલી સુવિધાઓનાં લોકાપર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું.  અહીં લાખાપર બેઠક અંતર્ગત આવતા વિવિધ વિકાસ કામો લાખાપર એપ્રોચ રોડ રિસર્ફાસિંગ, ટપ્પર- વડઝર રોડ અને વાંકી- કારાઘોઘા રોડ પર સ્લેબ ડ્રેઇન, ભુજપુર -કારાઘોઘા રોડ પર વેન્ટેન્ડ કોઝવે તથા વિવિધ ગ્રાન્ટો હેઠળનાં કામોનું ભૂમિપૂજન તથા વિવિધ દાતાઓના સહયોગ અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી બનેલા હિરૂમા પાર્ક ઉદ્યાન, રોડલાઈટ, વથાણ, હાઇસ્કૂલ મેઈન ગેટ, આશાપુરા કેમ્પ માટે રસોડાના શેડ સહિતનાં ઉદ્ઘાટન તથા ગ્રામ પંચાયત ઓફિસ, નવા બોર વાસ્મોનાં પાણીના સમ્પ, ટાંકાનાં ભૂમિપૂજનનો અહીંના જૈન સેનેટોરિયમ ખાતે  કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુંદરા તા.  ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજાએ વિકાસ કામોમાં  ધારાસભ્યની કામગીરી અને દાતાઓની દીલેરીને બિરદાવી હતી. અદાણી ગ્રુપના સૌરભ શાહે વધુ સહયોગની ખાતરી આપી હતી. મુંદરા તા.પં. પ્રમુખ મહિપતાસિંહ જાડેજા, ઉપપ્રમુખ સોમાભાઈ રબારી, જિ.પં. સભ્યો પ્રદ્યુમનાસિંહ જાડેજા, દેવશીભાઇ પાતારિયા, મુંદરા તા. પં. ના કા. ચે. યુવરાજાસિંહ જાડેજા, મુંદરા નગર અધ્યક્ષા રચનાબેન પ્રણવ જોશી, જિ.પં. પૂર્વ પ્રમુખ પારૂલબેન કારાકિશોરભાઈ પિંગોલ, મહેન્દ્રાસિંહ જાડેજા, `જામ', કેશવજી રોશિયા, તા. પં. દંડક દિનેશ દાફડા વિ. મંચસ્થ રહ્યા હતા. બોચા-વાંકોલના ધુલા ભોપા, કારાઘોઘા જૈન મંડળ ટ્રસ્ટીઓ રમણિક સૈયાવિનયચંદ્ર સંગોઈ, દાતાઓ રમેશ નાગડા, શાંતિભાઈ શેઠિયાઅરાવિંદ મારૂ, મહેશ વીરા,   તરુણ રાંભિયાપ્રવીણ ગાલા, મનસુખ છાડવાકિરણાસિંહ રાઠોડપરેશ વીરા, જયેશ શેઠિયા, જિજ્ઞેશ છેડા, એએસઆઇ નરેન્દ્રાસિંહ જાડેજાઉદ્યોગપતિ પંકજભાઈ કોઠારી, તા.  ભાજપ મહામંત્રીઓ જિજ્ઞેશ હુંબલ, માણેક ગઢવી, મુંદરા સુધરાઈ પૂર્વ પ્રમુખ કિશોરાસિંહ પરમારટપ્પરના મનજીભાઈ કોલી, બોચાના સુરાભાઈ રબારી, કારાઘોઘા ગ્રા.  પં. સરપંચ મુકેશ શેઠિયાતલાટી હસમુખ માંજુષા, સભ્યો ભાણજી મહેશ્વરી, નાગશી મહેશ્વરી, હેમુભા બાપુભા, રમેશનાથ ગુંસાઈઆસપાસનાં ગામના સરપંચો, ઉપસરપંચો, સામાજિકરાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયંતીભાઈ શેઠિયા અને અજયાસિંહ ક્ષત્રિયે કર્યું હતું. આભારવિધિ ધીરુભા સોઢાએ કરી હતી. 

Panchang

dd