• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજારમાં 80 લાખના મૂર્હતના સોદા

અંજાર, તા. 26 : અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં લાભ પાંચમના મુહૂર્તમાં કપાસ એરંડા સહિતના 80 લાખના સોદા થયા હતા. બધા સમિતિના મુખ્ય માર્કાટિંગ યાર્ડમાં કાંટા પૂજન ના ચોઘડીઓ સવારે 8:30 વાગ્યાના હર્ષામાં બજાર સમિતિના ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સરહદી ડેરીના ચેરમેન વલમજીભાઇ હૂંબલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દુદાભાઈ વરારીયા ના હસ્તે હરાજી કરાઈ હતી રાજ્ય મંત્રીએ વેપારીઓ તથા ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વૈભવ ભાઈ કોડરાણી, અંજાર તાલુકા ભાજપના ડી એન આહીર, શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, જિલ્લા પંચાયતના સદસ્ય મયાજરભાઈ છાંગા, તાલુકા ભાજપના મહામંત્રી કાનાભાઈ શેઠ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતા રમેશભાઈ ચાવડા, અશ્વિનભાઈ પંડ્યા, બજાર સમિતિ ના ડાયરેક્ટર રણધીરભાઈ કોઠીવાડ, રાજેશભાઈ માતા, ગોપાલ માતા, અનિલભાઈ હુંબલ, ધનજીભાઈ હેઠવાડિયા, મશરૂભાઈ રબારી,રાઘુભાઈ ડાંગર, વિકાસભાઈ છાંગા, નારણભાઈ બાબરીયા, રવિભાઈ મકવાણા,અજીતાસિંહ જાડેજા, ગીરીશભાઈ ઠક્કર, ચંદ્રેશભાઇ ઠક્કર, મહેન્દ્રભાઈ ત્રેવાડીયા ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોત વિધિ અશ્વિન મારાજ દ્વારા કરવામાં આવી હતી. કાંટા પૂજન વિધિમાં વિશાળ સંખ્યામાં ખેડૂતોને વેપારીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.મુર્હતના સોદામાં રાજ્ય મંત્રીએ હરરાજી કરવી હતી જેમાં મગના 100 કિલોના ભાવ રૂા.9900, તથા કપાસ ના 40 કિલોના રૂા.3333, એરંડાનાં 40 કિલોનાં રૂા. 2700 તથા વરીયાળી 100 કિલોના રૂા. 6310  ઉંચા ભાવો બોલવામાં આવ્યા હતા. તથા  આ મુર્હતના સોદા અંદાજિત 80- લાખના થયા હતા.  બોર્ડ ઓફ ડાયરેક્ટરો, ખેડુતો, વેપારી, કમીશન એજન્ટ, જીનીંગ પ્રેસીંગ અને જથ્થાબંધ અનાજના વેપારીઓ, બજાર સમિતિ અંજારના કર્મચારીઓ તથા હમાલ, તોલાટ દ્વાર મંત્રીનું સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા બજાર સમિતિ અંજારના સેક્રેટરી મુળજીભાઈ મ્યાત્રા તથા સમગ્ર સ્ટાફે સંભાળી હતી.  

Panchang

dd