ભુજ, તા. 26 : તાલુકાના કડિયા ધ્રો જતા કાચા
રસ્તે સીમમાંથી વટાછડના શખ્સને ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે એલસીબીએ પકડી પાડયો
હતો. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમીના આધારે કાસમ ઉમર જત (રહે. વટાછડ, તા. ભુજ)ને કડિયા ધ્રો જતા કાચા રસ્તે સીમ વિસ્તારમાં બાવળોની ઝાડીમાં શંકાસ્પદ
હાલતમાં સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે મળી આવ્યો હતો. આ બંદૂક રાખવા અંગે તેની
પાસે કોઈ પાસ પરમીટ ન હોતા માનકૂવા પોલીસ મથકે તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ
કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.