• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

લેવા પટેલ સમાજ વિવિધલક્ષી તાલીમી સંસ્થા સ્થાપશે

કેરા (તા. ભુજ), તા. 26 : જિલ્લામાં કુશળ માનવધન પેદા કરતા કચ્છી લેવા પટેલ સમાજ કચ્છના વિવિધલક્ષી તાલીમ સંસ્થાની ભેટ આપશે તેવી જાહેરાત આજે  ચોવીસીના સ્નેહ મિલનમાં અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસીયા દ્વારા કરાઇ હતી.  313 તેજસ્વી છાત્ર-છાત્રા સન્માનાયા હતા. 16 લાખનું દાન યુવક સંઘની ઉત્તમ કામગીરી માટે દાતાઓ દ્વારા જાહેર કરાયું હતું. યુવક સંઘ પ્રમુખ ડો. દિનેશ પાંચાણી અને તમામ યુવા ટ્રસ્ટીઓ દ્વારા આયોજિત જ્ઞાતિના મધ્યસ્થ દિપાવલી સ્નેહ મિલનમાં બોર્ડ પરીક્ષાઓના 121, ડોકટર, માસ્ટર ડિગ્રી, આર્ટસ, અનુસ્નાતકના 66ને સુવર્ણચંદ્રકો, બેચરલ ડિગ્રી, ડિપ્લોમાં માટે 105 અને રમત ગમતની 22 મળી કુલ્લ 313 સિદ્ધિઓને સન્માનનો કાર્યક્રમ ભુજ-માંડવી માર્ગે માવજી તરાવળી ખાતેના પરિસરમાં યોજાયો હતો. સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ સંગઠનની ભાવના મજબુત કરવાનો ટંકાર કરતાં ચોવીસીને યાદગાર સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસીયાએ કચ્છને  ઔદ્યોગિક તાલીમ સંસ્થાની ભેટ આપવા જાહેર કરી હતી. જેમાં હુન્નર કુશળ માનવધન પેદા કરાશે તેમણે માતૃશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેકટરના 25 વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા જ્ઞાતિજનોને આહવાન કરતાં યુવક સંઘ અને ચોવીસીના તમામ પ્રવાસીઓને જોડવા અનુરોધ કર્યો હતો. રમતગમત સંગઠનાત્મક કાર્યોને બિરદાવતાં દાતાઓએ  16 લાખનું અનુદાન યુવક સંઘની ઉત્તમ કામગીરીને શાબાશી આપતાં  જાહેર કરાયું હતું. સ્નેહ ભાજપ નારાણપરના સ્વ. વેલબાઇ ધનજીભાઇ  કરશન વરસાણી `દરબાર' પરિવાર તરફથી જાહેર કરાયું હતું. લેવા પટેલોની સમાજીક સેવા માટે 51  લાખ રૂપિયાનું ફંડ પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા (વી.આર.પી) પરિવારે જાહેર કર્યું હતું. હેતશ્રી દિનેશ પાંચાણીએ હસુભાઇના જીવનકવન વિશે વિચારો  રજૂ કર્યા હતા. ભુડિયા પરિવારના સ્વ. કેશવલાલભાઇ, કાનજીભાઇ, સ્વ. અરવિંદભાઇ અને હસુભાઇની કાંસ્ય પ્રતિમાઓ માટે પંચધાતુ પ્રતિકાત્મક રીતે આપવા સમાજને અપીલ કરાઇ હતી. કસ્તુરબેન ગોરસીયા, જયંતિભાઇ વેકરીયાએ સન્માન સંકલન, મંત્રી મનજીભાઇ પિંડોરિયાએ સેવાપૂર્વ ઉજવણીની  વિગતો સાથે હોસ્પિટલના વિભાગોની માહિતી આપી હતી. આ પ્રસંગે યુવક સંઘ મંત્રી ડો. રમેશ વરસાણી લિખિત પુસ્તક `સમાજ વારસો' પુસ્તકનું વિમોચન કરાયું હતું. જેને તેજસ્વી તારલાઓને  અપાયું હતું. સમાજની ત્રણેય પાંખોના સભ્યોના સંકલન હેઠળ  ચોવીસીના દાતાઓ, આગેવાનો મંચસ્થ હતા. વિવિધ સંગઠનોના હસ્તે દીપ પ્રગટાવાયો હતો. કન્યા વિદ્યા મંદિર, આર.ડી.ના છાત્રા-છાત્રાઓએ સાંસ્કૃતિક કૃતિ, સંગીતની રસલ્હાણ કરાવી હતી. સમજની અસ્મિતા વિશે ટ્રસ્ટી વસંત પટેલે જ્ઞાતિજનોને પોરસતાં દાતાઓનું સંકલન કર્યું હતું. મોટી સંખ્યામાં ચોવીસીના સન્માનીત તારલાઓ અને તેમના  પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. નાનજીભાઇ પિંડોરિયા, પૂર્વ ટ્રસ્ટી કેશરાભાઇ પિંડોરિયા અને કાન્તાબેન વેકરિયા, કાનજીભાઇ રાજકુમાર, દેવશીભાઇ ડનહીલ, મેઘજીભાઇ ખેતાણી (પટેલ ટ્રાવેલ્સ), ઇશ્વર પૂંજાણી, સૂરજપરના પ્રેમજીભાઇ હાલાઇ, લક્ષ્મણભાઇ રાઘવાણી, રવજીભાઇ ગોરસિયા, મોભી અરજણભાઇ પિંડોરિયા, પારુલબેન કારા, અરજણભાઇ ભુડિયા, ભીમજી જોધાણી, હરીશ ભંડેરી, તાલુકા પ્રમુખ અને મિરજાપરના અગ્રણી વિનોદભાઇ વરસાણી, દતા ધનસુખભાઇ સિયાણી, કાતિ છભાડિયા, માંડવી પ્રમુખ માવજીભાઇ, યુવા લાલજીભાઇ, વીરજીભાઇ છભાડિયા, દેવજીભાઇ છભાડિયા, (સ્વામી ટ્રાવેલ્સ), કોર કમિટિના લક્ષ્મણભાઇ સિયાણી તથા સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના રમતગમત મંત્રી-ખજાનચી રામજીભાઇ સેંઘાણી, હરીશ સૂર્યવંશી સહિતનાએ સ્થાનિક સંકલન કર્યું હતું. 

Panchang

dd