• સોમવાર, 28 એપ્રિલ, 2025

દિલ્હી સામે બેંગ્લોરનો `રોયલ' વિજય

નવી દિલ્હી, તા. 27 : વિરાટ કોહલી અને કૃણાલ પંડયાની ધમાકેદાર શતકીય ભાગીદારીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હી કેપિટલ્સને આઈપીઅલની 46મી મેચમાં રોમાંચક જીત અપાવી હતી. દિલ્હીને તેના ગૃહમેદાનમાં પરાજય આપવાની સાથે જ બેંગલોરની ટીમ પોઈન્ટ ટેબલ પર પહેલા ક્રમે પહોંચી છે. દિલ્હીએ 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ એક તબક્કે 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા છતાં 19મી ઓવરમાં જ ચાર વિકેટે 165 રન બનાવી મેચ જીતી હતી.  કૃણાલ પંડયાએ 47 દડામાં 73 રનની અણનમ મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. તેણે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ઝીંકયા હતા. આઈપીએલમાં નવ વર્ષ બાદ કૃણાલે અર્ધી સદી બનાવી છે. આ પહેલાં 2016માં તેના બેટથી અર્ધસદી આવી હતી. 163ના લક્ષ્યને મેળવવા મેદાને ઉતરેલી બેંગલોરની શરૂઆત કંગાળ રહી હતી. ડેબ્યુ મેચમાં ઓપનિંગ કરવા આવેલા જૈકબ બેથલ છ દડામાં 12 રને આઉટ થયો હતો. દેવદત પડિક્કલ ખાતું ખોલી શકયો ન હતો. રજત પાટિદાર પણ રન આઉટ થતાં ટીમ 26 રને ત્રણ વિકેટ ગુમાવી સંઘર્ષની સ્થિતિમાં મુકાઈ હતી. આ પછી વિરાટ કોહલી અને પંડયાએ બાજી સંભાળી ચોથી વિકેટ માટે 119 રનની ભાગીદારી નોંધાવી ટીમને વિજયની નજીક મૂકી હતી. વિરાટે 47 દડામાં ચાર ચોગ્ગાની મદદથી પ1 રન બનાવ્યા હતા. અંતમાં ટીમ ડેવિડે માત્ર પાંચ દડામાં 19 રન બનાવ્યા હતા. તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. દિલ્હી માટે કપ્તાન અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરમાં માત્ર 19 રન આપી બે વિકેટ ઝડપી હતી. દુષ્મંતા ચમીરએ ત્રણ ઓવરમાં 24 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ પહેલાં, કેએલ રાહુલ (41) સિવાયના ટોચના બેટધરોના ખરાબ બેટિંગ પ્રદર્શન છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરૂધ્ધ દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટે 162 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. ડેથ ઓવર્સમાં આફ્રિકી બેટર ટ્રિસ્ટન સ્ટબ્સે 18 દડામાં પ ચોગ્ગા અને 1 છગ્ગાથી 34 રનની ઇનિંગ રમી હતી. આથી આરસીબીને 163 રનનું પડકારરૂપ વિજય લક્ષ્ય આપવામાં ગૃહ ટીમ ડીસી સફળ રહી હતી. સ્ટબ્સના પાવર હિટીંગથી દિલ્હીએ 18મી ઓવરમાં 17 અને 19મી ઓવરમાં 19 રનનો ઉમેરો કર્યો હતો. જો કે 20 ઓવરમાં ફકત 6 રન જ કરી શકી હતી. આરસીબી તરફથી ભુવનેશ્વર કુમારે 33 રનમાં 3 વિકેટ લીધી હતી. જયારે જોશ હેઝલવૂડને 36 રનમાં 2 વિકેટ મળી હતી. આઈપીએલ-202પ સીઝનમાં હેઝલવૂડ કુલ 18 વિકેટ સાથે પર્પલ કેપ લીડર બોર્ડ પર પહેલા ક્રમે આવી ગયો છે. આરસીબી કપ્તાન રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીના બન્ને ઓપનર અભિષેક પોરેલ અને ફાક ડૂ પ્લેસિસે અનુક્રમે 28 અને 22 રનની ઇનિંગ રમી હતી. કરૂણ નાયર 4 અને દિલ્હીનો કપ્તાન અક્ષર પટેલ 1પ રને આઉટ થયા હતા. કેએલ રાહુલે 39 દડામાં 3 ચોગ્ગાથી 41 રનની જવાબદારીભરી ઇનિંગ રમી દિલ્હનો રકાસ ખાળ્યો હતો. આશુતોષ શર્મા બે રન જ કરી શકયો હતો. વિપરાજ નિગમે 12 રન કર્યાં હતા અને સ્ટબ્સ (34) સાથે 8મી વિકેટમાં 1પ દડામાં 38 રનની ઝડપી ભાગીદારી કરીને દિલ્હીને 162 રન સુધી પહોંચાડયું હતું. યશ દયાલ અને કુણાલ પંડયાને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd