• મંગળવાર, 18 માર્ચ, 2025

ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં લક્ષ્ય સેન કવાર્ટર ફાઇનલમાં

બર્મિંગહામ, તા.13 : ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેને શાનદાર દેખાવ ચાલુ રાખીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આજે રાઉન્ડ-16 મેચમાં ઇન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટી વિરુદ્ધ લક્ષ્ય સેનનો 21-13 અને 21-10થી જોરદાર વિજય થયો હતો અને અંતિમ-8માં પ્રવેશ કર્યો હતો. લક્ષ્ય સેન 2023માં આ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યો હતો. બીજી તરફ મહિલા સિંગલ્સના રાઉન્ડ-16માં ભારતની યુવા શટલર માલવિકા બંસોડ હારીને બહાર થઇ હતી. બીજા રાઉન્ડની હાર સાથે માલવિકાની ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સફર સમાપ્ત થઇ છે. માલવિકા વિરુદ્ધ જાપાનની ખેલાડી અને બે વખતની વિશ્વ વિજેતા અકાને યામાગૂચીનો 21-16 અને 21-13થી વિજય થયો હતો. આ પહેલા મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં ભારતીય જુગલ જોડી સાત્વિક-ચિરાગનો ડેનમાર્કની જોડી ડેનિયલ અને મેડસ વિરુદ્ધ બે સીધી ગેમમાં 21-17 અને 21-1પથી શાનદાર વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જયાં ભારતીય જોડીની ટક્કર ચીનના હાઓ નાન જેઇ અને વેઇ હાન ઝેંગ સામે થશે. પીવી સિંધુ અને એચએસ પ્રણય પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ચૂક્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd