• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

કચ્છી મુસ્લિમ ખત્રી સમાજની નાઇટ ક્રિકેટ ટૂર્ના. યોજાઇ : ચકદે ચેમ્પિયન

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 22 : ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અખિલ કચ્છ ખત્રી સમાજની નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું મુસ્લિમ કચ્છી ખત્રી જમાત-ભુજ દ્વારા આયોજન કરાયું હતું જેમાં કચ્છની 10 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં ચકદે ઇલેવન અને સ્ટાર ગાંધીધામ વચ્ચે જંગ જામ્યો હતો જેમાં સિતારો આસિફ ખત્રીના પાંચ બોલમાં પાંચ સિક્સર થકી ગાંધીધામનો પરાજય થયો હતો અને ચકદે ઇલેવન ચેમ્પિયન બની હતી. ફાઇનલનો ટોસ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત ભુજના પ્રમુખ મુસાભાઇ ખત્રીએ ઉછાળ્યો હતો. ઇનામ વિતરણમાં શ્રી ખત્રીએ કચ્છી ખત્રી સમાજના યુવાનોને બાંધણીમાં વિશ્વમાં ડંકો વગાડયો છે તેમ ક્રિકેટ ક્ષેત્રે પણ કામણ પાથરવા આહવાન કર્યું હતું. ફાઇનલ વખતે જમાતના અગ્રણીઓ મુસ્તાકભાઇ ખત્રી (સુખસાર), અનુભાઇ ખત્રી (મંગવાણા), ઓસમાનગની ખત્રી, તારીકભાઇ ખત્રી (ખેડોઇવાળા), સૌકત ખત્રી વગેરે હાજર રહ્યા હતા. બેસ્ટ બેટસમેન ઝુબેર ખત્રી (વિથોણ), બેસ્ટ બોલર શફી ખત્રી (રૂખસાર), મેન ઓફ ધ સિરીઝ આસિફ ખત્રી (વિથોણ)ને ઉપસ્થિત અગ્રણીઓના હાથે સન્માન કરાયું હતું. આયોજન સાજીદ ખત્રી, વહાબ ખત્રી, ફારૂક ખત્રી, સોયબ ખત્રીએ કર્યું હતું. કોમેન્ટ્રી અયુબ ખત્રી, ઇરફાન ખત્રીએ કરી હતી. સંચાલન અભુ ખત્રી જ્યારે આભારવિધિ સાજીદે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd