• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

તેલંગાણામાં ટનલ ધસી : આઠ મજૂર ફસાયા

હૈદરાબાદ, તા. રર : તેલંગાણામાં એક ટનલ ધસી પડતાં દુર્ઘટનામાં આઠ મજૂર ફસાયા છે. ટનલના પ્રવેશ પોઈન્ટથી 14 કિમી દૂર 3 મીટર જેટલો ભાગ ધસી પડતાં અફરાતફરી મચી ગઈ છે. ટનલમાં 4 દિવસ પહેલા જ કામ શરૂ કરાયું હતુ. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કરી બચાવ ઓપરેશન માટે જરૂરી આદેશ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ રેડ્ડી સાથે ટેલિફોનિક વાતચીત કરી વિગતો મેળવી હતી. અધિકારીઓ અનુસાર આ ટનલની કામગીરી લાંબા સમય સુધી ઠપ હતી તાજેતરમાં શરૂ કરાયા બાદ છતનો 3 મીટર જેટલો ભાગ તૂટયો છે. તેલંગાણાના નાગરકુરનૂલ જિલ્લામાં શનિવારે સવારે એસએલબીસી (શ્રી શૈલમ લેફટ બેંક કેનાલ) ટનલના પ્રોજેક્ટમાં એક ભાગ ધરાશાયી થયો હતો. નાગરકુરનુલના એસપી વૈભવ ગાયકવાડે જણાવ્યું કે સિંચાઈ પરિયોજનાનું કામ કરનારી કંપનીની બે બચાવ ટીમને સ્થળ પર મોકલાઈ છે. દુર્ઘટના વખતે ટનલમાં પ0 જેટલા મજૂરો હાજર હોવાનું કહેવાય છે. જાણકારો અનુસાર સીપેજ ઉપર લગાવેલી કોંક્રિટ ફસકી જતાં આ દુર્ઘટના સર્જાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd