ભુજ, તા. 22 : અબડાસા તાલુકાના ઐડાની સીમમાં
પવનચક્કીના થાંભલા પર ચેનલ ફિટીંગના કામ દરમ્યાન કંપનીના એન્જિનીયર અને મજૂરોને માર
મારી ઇજા પહોંચાડાતા ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે વાયોર પોલીસ મથકે કે.પી.
વિન્ડ એનર્જી કંપનીના એન્જિનીયર ગીદાઇઆહ અરેકંટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે
ઐડાની સીમમાં પવનચક્કીના કામ દરમ્યાન આરોપી લખધીરસિંહ જાડેજા, હેમુભા
જાડેજા, આધમ પૈયા અને દેવજી કોલી (રહે. તમામ ઐડા)એ ફરિયાદી અને
મજૂરોને અહીં કોને પૂછીને કામ કરવા આવ્યા છો
કહી ગાળાગાળી કરી લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે
ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.