ગાંધીધામ, તા. 22 : ચેક રિટર્ન કેસમાં આરોપીને ગાંધીધામની કોર્ટે એક વર્ષની કેદ ફટકારી હતી. આ કેસની વિગતો મુજબ આરોપી મહિલા સીનીએ પંજાબ નેશનલ બેન્ક-કાસેઝ શાખામાંથી હાઉસિંગ લોન લીધી હતી, જે હપ્તાની રકમ ભરતા ન હતા, જેથી બેન્કે ખાતું એન.પી.એ જાહેર કર્યું હતું. તહોમતદારે લેણી રકમ પેટે એક લાખનો ચેક આપ્યો હતો. જે રિટર્ન થયો હતો. બંને પક્ષની દલીલો સાંભળી તહોમતદારને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સજા અને એક લાખ કમ્પ્નશેસન ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં પંજાબ નેશનલ બેન્ક તરફે એડવોકેટ વી.પી. આલવાણી, વિશાલ કાનન, વર્ષ વિશાલ કાનન, રાજેશ કેસવાણીએ હાજર રહી દલીલો કરી હતી.