ગાંધીધામ, તા. 22 : ઈમ્પ્લાન્ટ કરેલા દાંતનો આખો બ્રીજ અન્નનળીમાં ફસાઈ જતાં ગાંધીધામનો
યુવાન મહિનાઓથી ખોરાક ખાઈ શકતો ન હતો. કેન્સરની આશંકા વચ્ચે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં
પુન: તપાસ કરાતાં અન્નનળીમાં દાંતના ફસાયેલા ટુકડાના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું બહાર આવ્યું હતું અને તબીબ દ્વારા નવી પદ્ધતિથી જટિલ શત્રક્રિયા પાર પાડી દર્દીને
મહિનાઓની પીડામાંથી મુક્ત કરાવાયો હતો. કચ્છમાં સૌપ્રથમ વખત આ પ્રકારની જટિલ શત્રક્રિયા
કરવામાં આવી હતી. અલગ જ પ્રકારના એવા આ કેસની
વિગતો આપતા ગાંધીધામની લીલા હોસ્પિટલના ડાયરેક્ટર
ડો. સાગર ડેંબલા (ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ)એ જણાવ્યું હતું કે, 40 વર્ષીય અશ્વિનભાઈને
છેલ્લા ચાર મહિનાથી ખોરાક ગળવાની તકલીફ થઈ
હતી. ચાર મહિનામાં 30 કિલો વજન
ઊતરી ગયું હતું. અગાઉની એન્ડોસ્કોપી દરમ્યાન
કેન્સરની શક્યતા વ્યક્ત કરાઈ હતી. કેન્સર નિષ્ણાત પાસેની સારવારમાં બાયોપ્સી નેગેટિવ
આવતાં તબીબ દ્વારા ગાંધીધામની લીલા હોસ્પિટલ
ખાતે રિફર કરાયો હતો. ફરી કરાયેલી એન્ડોસ્કોપીમાં કેન્સર જણાયું ન હતું. ડો.
સાગર ડેંબલા, ડે. નિકુંજ (ઓન્કોસર્જન) અને લીલા
હોસ્પિટલના ડાયરેક્ટર ડો. અંકિતા ડેંબલા (રેડિયોલોજિસ્ટ) દ્વારા કરાયેલી સમૂહ ચર્ચામાં
પાંચ વર્ષથી કરાયેલા કૃત્રિમ દાંતનો ટુકડો તૂટી જતાં દર્દી ગળી ગયા હોવાનું નિદાન થયું હતું. સીટીસ્કેન દરમ્યાન મળેલી માહિતી
પ્રમાણે અન્નનળીમાં 50-30 મી.મી.નો દાંત ફસાયેલો હતો, તેના કારણે અન્નનળી 701 ટકા બંધ થઈ ગઈ હતી અને અન્નનળીમાં દાંતથી કાણું પણ પડી ગયું હોવાનું જણાયું હતું. આ કિસ્સામાં ઓપન સર્જરીના બદલે ડો. સાગર ડેંબલાએ નવી ટેકનિક
નોટસ (નેચરલ ઓરિફીસ ટ્રાન્સલ્યુમીનલ એન્ડોસ્કોપી
સર્જરી) કરી મો દ્વારા થોરાસીક અન્નનળીમાં જઈ સબમ્યુકોસલ એન્ડોસ્કોપિક ડિસેક્શન કરાયું અને ફસાયેલો દાંતનો ટુકડો કાઢી
નાખવામાં આવ્યો. અન્નનળીમાં પડેલા છીદ્રને પૂરવા માટે 3 સી.એમ. મેટલ સ્ટેન્ટ નાખવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ઓપન સર્જરીમાં અનેક ગેરફાયદાઓ રહે છે, જેમાં
મટા ઘા, અનેક ટાંકા લેવાય છે. નાક અથવા પેટમાંથી ત્રણ અઠવાડિયા
સુધી ઢીડ ટયૂબ રાખવી પડે છે તેમજ ઓપરેશન બાદ
વેન્ટીલેટર સપોર્ટ ઉપરાંત ચેપ અને રક્તત્રાવ
થવાનું જોખમ પણ રહે છે, જ્યારે નોટસ સર્જરીમાં
કોઈ ઘા કે ટાંકા નથી આવતા, બે દિવસમાં જ દર્દીને ખોરાક
આપવાનું શરૂ થયું હતું તેમજ વેન્ટીલેટર સપોર્ટની
જરૂરિયાત રહેતી નથી તેમજ રિકવરી પણ ઝડપી આવે છે.
ભૂખ ન લાગવી, અચાનક વજન ઘટવા સહિતના લક્ષણ જણાય તો
તબીબની સલાહ લેવા તેમણે અપીલ કરી છે.