ભુજ, તા. 22 : ગઈકાલે કેરા નજીકના જીવલેણ
અકસ્માતમાં લકઝરીના 6 પ્રવાસીને
ભરખી જનાર ટ્રેઈલરના ચાલક સદામહુશેન અબ્દુલ સહેમત (રહે. મૂળ બિહાર, હાલે મીઠીરોહર-ગાંધીધામ)ની ધરપકડ કરવામાં આવી
છે. બન્ને વાહનોની ફિટનેશ ચકાસણી અર્થે આરટીઓને જાણ કરાઈ છે. આ અંગે ગોઝારા અકસ્માત
અંગે તપાસકર્તા માનકૂવાના પીઆઈ એસ. એમ. રાણાનો સંપર્ક કરતા આ કામના આરોપી ટ્રેઈલર ચાલક
સદામહુસેનની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવી બન્ને વાહનો કબજે લેવાયા છે અને વાહનોની
ફિટનેશ ચકાસણી અર્થે આરટીઓને જાણ કરાઈનું જણાવ્યું હતું. બીજી તરફ બસના કંડકટર હાસમ
ફકીરમામદ હીંગોરાએ માનકૂવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ટ્રેઈલર નં. જી. જે. 12 બીઝેડ 9137વાળાના ચાલકે તેની આગળ જતાં
ટ્રેઈલરને ઓવરટેક કરવા માટે પોતાના કબજાનું ટ્રેઈલર પુર ઝડપે-બેદરકારી પૂર્વક ચલાવી
સામે આવતી ફરિયાદીની લકઝરી બસ નં. જી. જે. 12 એક્સ 9879વાળી સાઈડથી
આવતી હતી અને આરોપી ટ્રેઈલર ચાલક જાણતો હતો કે સામેથી આવતી બસના લીધે ઓવરટેક થઈ શકે
તેટલું અંતર નથી છતાં ટ્રેઈલર બસની સામે આવવા દઈ બસના ભોરામા ટક્કર મારતા બસમાના છ
પ્રવાસીઓના મોત તથા ફરિયાદી અને બસના ચાલક તેમજ અન્ય વીસથી વધુ પ્રવાસીઓને ઈજાઓ પહોંચાડયાનો
ગુનો કર્યો છે. માનકૂવા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાર્યવાહી
હાથ ધરી છે.