લાહોર તા.21: ચેમ્પિયન્સ
ટ્રોફીની ગ્રુપ બીની આજની મેચમાં અફઘાનિસ્તાન વિરૂધ્ધ દક્ષિણ આફ્રિકાનો 107 રને સરળ વિજય થયો હતો. દ. આફ્રિકાના
પ0 ઓવરમાં 6 વિકેટે 31પ રનના જવાબમાં
અફઘાનિસ્તાન ટીમ 43.3 ઓવરમાં 208 રને ઓલઆઉટ થઇ હતી. પ્રથમ દાવ
લેનાર દ. આફ્રિકા તરફથી વિકેટકીપર રિયાન રિકલટને સદી કરી હતી. જયારે કપ્તાન બાવૂમા, ડૂસેન અને માર્કરમે સદી કરી હતી. આ પછી આફ્રિકી
બોલરોએ જોરદાર દેખાવ કર્યો હતો. રહમત શાહ સિવાયના
અફઘાન બેટર્સ ક્રિઝ પર ટકી શકયા ન હતા. રહમત શાહ આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.
તેણે 92 દડામાં 9 ચોગ્ગા-1 છગ્ગા સાથે 90 રનની લડાયક ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનના ટોચના બેટધરો સસ્તામાં આઉટ થયા હતા. હશમતુલ્લા ગુરબાજ
10, ઇબ્રાહિમ ઝારદાન 17, કપ્તાન હશમતુલ્લાહ શાહિદી ઝીરોમાં
ઓમરાઝાઇ 18 અને નબી 8 રને આઉટ થયા હતા. આફ્રિકા તરફથી રબાડાએ
સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. એન્ડીગી અને મુલ્ડરને 2-2 વિકેટ મળી હતી.