• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

કચ્છ સરહદ ડેરીએ આં.રા. સ્તરે મેળવી ખ્યાતિ

ગાંધીધામ, તા. 22 : દુબઈ ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા ગલ્ફ ફૂડ એક્સપોમાં કચ્છની સરહદ ડેરીની વિશેષ નેંધ લેવાઈ હતી. ધ નેક્સટ ફ્રન્ટીયર ઈન ફૂડ થીમ હેઠળ યોજાયેલા આ એક્સપોમાં 129થી વધુ દેશે ભાગ લીધો હતો અને 5500થી વધુ પ્રદર્શન, 10 લાખથી વધુ ઉત્પાદનનો સમાવેશ થયો હતો. ખાદ્ય પદાર્થની નવીનતાઓ, ગ્રાઉન્ડ બ્રેકીંગ ડીલ્સટકાઉપણું વિશે  વિશ્વસ્તરીય દેશો એક સાથે મળીને  એક મંચ ઉપર માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું.  આ એકસપોમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના વાઈસ ચેરમેન  અને સરદહ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલે મુલાકાત લીધી હતી. આ વેળાએ અમૂલ ફેડરેશનના  ચેરમેન શામળભાઈ પટેલએમ.ડી. જયેન મહેતા હાજર રહ્યા હતા. દુબઈ ખાતે શરૂ થયેલા આ એક્સપોમાં અમૂલનો સ્ટોલ  વિશેષ આકર્ષણરૂપ  રહ્યો હતો. ખાસ કરીને કચ્છી ઊંટડીનાં દુધમાંથી બનાવવામાં આવતી કેમલ મિલ્કનાં ઉત્પાદન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં તેના વિશે માહિતી મેળવવા લોકો આતુર હતા. જે કચ્છ માટે ગર્વની વાત કહેવાય. ગલ્ફ ફુડ એક્સપોમાં વલ્લમજી હુંબલે જણાવ્યું હતું કેગલ્ફ ફુડ એક્સપો માત્ર ડેરી ક્ષેત્ર માટે કેન્દ્ર સ્થાન ધરાવે છે, જે એક વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે. આ એક્સપોની મદદથી  પરંપરાગત ડેરી ઉદ્યોગ સાથે  અત્યાધુનિક નવીનતાઓ સુધી  દરેક  ઉત્પાદનોનું પ્રદર્શન કરતા  પ્રદર્શકો એક સાથે આવે છે.  ભવિષ્યને જરૂરિયાતોને ધ્યાનમાં  રાખીને  ડેરીનાં ભવિષ્યને આકાર આપવા  માટે વિકસતા વલણો  અને તકો ઝડપવી જોઈએ, જેથી  આવનારા સમયમાં દૂધ અને દૂધની બનાવટોને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકાય તેમણે જુદા-જુદા દેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દૃષ્ટિકોણ કે, જેમાં પશુપાલકોને  આધુનિક ઢબે ઓછા ખર્ચે  વધુ ઉત્પાદન મેળવી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા  કરી અભ્યાસ કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd