પ્રયાગરાજ, તા. 22: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મેડાવડો મહાકુંભ સમાપન
નજીક પહોંચી ગયો છે. મહાકુંભનો અંતિમ દિવસ 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો છે અને તેના માટે ભારે તૈયારી કરવામાં
આવી રહી છે. મહાકુંભને લઈને અલગ અલગ વિવાદ અને દુષ્પ્રચાર છતાં પણ અડધોઅડધ દેશે પવિત્ર
સ્નાન કર્યું છે. શનિવારે કુંભમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 60 કરોડને આંબી ગઈ હતી અને મહાશિવરાત્રીમાં
પણ મોટા પ્રમાણે લોકો ઉમટવાની પૂરેપૂરી સંભાવના
છે. જેના પરિણામે તૈયારી પણ પુરતી કરવામાં આવી રહી છે. આ માટે અધિકારીઓ પણ સજ્જ બન્યા
છે. શનિવારે મહાકુંભનો 42મો દિવસ હતો.
શનિવારે બપોરે 12 વાગ્યા સુધી 71.18 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન
કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં
લગભગ 60.02 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા
60 કરોડને પાર પહોંચી ગઈ છે. શનિવારે
બપોરે 12 વાગ્યા સુધી 71 લાખ 18 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા.
મહાકુંભનું છેલ્લું સ્નાન મહાશિવરત્રિ પર છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ દ્વારા
મહાશિવરાત્રી સ્નાનની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. અરૈલમાં ત્રિવેણી ગેસ્ટ
હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત ક્યું હતું. બાદમાં
નડ્ડા સંગમમાં સ્નાન કરયું હતું. વીકેન્ડ પર, પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે.
લોકોને 500 મીટરનું અંતર કાપવામાં લગભગ
બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 13 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દેશની અડધી
વસ્તીએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે
અને સ્નાન કર્યું છે. સપ્તાહના અંતિમ દિવસોમાં પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની
અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે. લોકોને 500 મીટરનું અંતર કાપવામાં લગભગ બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો
છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 13 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દેશની લગભગ અડધી વસ્તીએ પવિત્ર ડૂબકી લગાવી છે.
આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે,
જ્યાં આટલી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અને સ્નાન કર્યું છે.