દુબઇ તા. 21: ચેમ્પિયન્સ
ટ્રોફી-202પનો મહા મુકાબલો રવિવારે દુબઇ
સ્ટેડિયમ ખાતે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ હાઇ વોલ્ટેજ મેચના
48 કલાક અગાઉથી જ ચાહકોનો ઉત્સાહ
ચરમ પર પહોંચી ચૂકયો છે. બન્ને દેશના પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ આ મેચ પર પોતાની ભવિષ્યવાણી
અને આકલન કરવાના છે. આ દરમિયાન આજે પાકિસ્તાન ટીમ કપ્તાન મોહમ્મદ રિઝવાનની આગેવાનીમાં
દુબઇ પહોંચી ચૂકી છે અને ફલડ લાઇટમાં નેટ પ્રેકટીસ કરી હતી. બીજી તરફ ટીમ ઇન્ડિયા શનિવારે
અભ્યાસ સત્રમાં ભાગ લેશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચમાં બાંગલાદેશ સામે 6 વિકેટે શાનદાર જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત
છે. બીજી તરફ પાકિસ્તાનને તેની પહેલી મેચમાં દ. આફ્રિકા સામે 60 રનની હાર મળી છે. આથી જો ભારત
સામે પાક. ટીમને હાર મળશે તો તે લગભગ સેમિ ફાઇનલની બહાર થઇ જશે. જયારે સતત બીજી જીતથી
ટીમ ઇન્ડિયાની સેમિની રાહ આસાન બનશે. પાક. સામે મેચ પૂર્વે ભારતીય કપ્તાન રોહિત શર્મા
કહી ચૂકયો છે. અમે કોઇ એક મેચને લઇને દબાણ બનાવવા માંગતા નથી. અમારા માટે દરેક મેચ
એકસમાન છે. દરેક મેચ માટે અમારી પાસે અલગ અલગ રણનીતિ છે. જયારે પાક. કપ્તાન રિઝવાને
દુબઇ પહોંચી કહ્યંy છે કે અમે
અહીં જીત માટે આવ્યા છીએ. ખેલાડીઓ પોતાની ક્ષમતા સાબિત કરવા ઉત્સાહિત છે. દુબઇમાં ભારત-પાકિસ્તાનની
ટકકર કુલ 28 વખત થઇ છે. જેમાં ભારતે પાકિસ્તાનને
19 વખત હાર આપી છે. આ સામે પાક.ને
ફકત 9 જીત નસીબ થઇ છે. હાલનું ફોર્મ પણ ભારતનું વધુ સારૂ રહ્યંy છે. વન ડે ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર
સુધીમાં 13પ મેચમાં ટકકર થઇ છે. જેમાં પાકિસ્તાનનો
73 મેચમાં અને ભારતનો પ7 મેચમાં વિજય થયો છે. વન ડેમાં બન્ને ટીમ
છેલ્લે 2023ના વર્લ્ડ કપમાં આમને-સામને
હતી. ત્યારે ભારતની આસાન જીત થઇ હતી. આ પછી ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપના મેચમાં પણ ભારતે
પાક. ટીમને પછાડી હતી.