નલિયા (તા. અબડાસા), તા. 22 : અબડાસાના
સેવા ધામ રાતા તળાવ ખાતે વાલ રામજી પાંજરાપોળ પ્રાંગણમાં બે કરોડના ખર્ચે નિર્માણ પામનારી
અત્યઆધુનિક વેટનરી હોસ્પિટલનું ખાતમુરત દાતા પરિવાર દિપભાઈ શંભુરામ ગજરા ધુણઈ વાલાનાં
હાથે વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, ઉમરાસિંહ મંગે, વસંતભાઈ
ચાંદ્રા, કાંતિલાલ ગજરા અને રાજેશ નંદા સહિતના બહોળી સંખ્યામાં
લોકો હાજર રહ્યા હતા. તો સંતો મહંતોમાં ચંદુમાં, આશા માં,
મૃદુલા માતાજી, કલ્યાણદાસજી, શંકર ગિરી, ઉમેશ દાસજીએ આશિર્વચન આપ્યા હતા. ખાતમુરતના
મુખ્ય આચાર્ય જીતેન્દ્ર જોશી રહ્યા હતા. સંસ્થાના સ્થાપક મનજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું
કે પશુ હોસ્પિટલમાં રખડતા ભટકતા તેમજ માંદગી વાળા પશુઓની અને ગૌવંશની સારવાર કરવામાં
આવશે. સાથે સાથે તાલુકાના પશુઓની પણ સારવાર અહીં કરવામાં આવશે. બીજી તરફ કચ્છી ભાનુશાલી
ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ -રાતાતળાવ, અને સદગુરુ મેડિકલ એન્ડ
એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ નલિયા આયોજિત પશ્ચિમ કચ્છ કોલી સમાજ ના `6' ઠા સમુહ લગ્નનું આયોજન કરવામાં
આવ્યું હતુ. જેમાં 75 નવદંપતી ઓ
એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સવારે મંડપ આરોપણ,
ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને આશીર્વાદ સમારોહ,
હસ્ત મેળાપ, ભોજન મહાપ્રસાદ અને છેલ્લે વિદાય સહિતના
કાર્યક્રમો અહીં યોજાયા હતા. સમૂહ લગ્નના મુખ્ય દાતા કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ
મંડળ રાતા તળાવ રહ્યું હતું જ્યારે ભોજન પ્રસાદના દાતા રાજેશ શામજીભાઈ નંદા બીટા વાળા
રહ્યા હતા. નવ દંપતિઓને ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ
ચાવડા, રાજેશ નંદા, દીપેશ ભાનુશાલી,
ગિરધરભાઈ, ચેતનભાઇ, મોહનભાઈ,
રાજેશ ભદ્રા, પ્રવિણ ભાનુશાલી, કિશોરાસિંહ જાડેજા, ઇબ્રાહીમ મધરા, પી સી ગઢવી, જયેશ ઠક્કર ભાવનાબા જાડેજા હાજર રહ્યા હતા.
સદગુરુ મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છત્રાસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે
દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો જયવિર માંધાતા કોલી સમાજ ના 75 યુગલો એ લગ્નના પવિત્ર તાંતણે
બધાઈ પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી. વાલ રામજી પાંજરાપોળ નાં કમ્પાઉન્ડમાં બે કરોડના
ખર્ચે પશુ દવાખાનુ બનવા જઈ રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં નલિયા ખાતે સદગુરુ મેડિકલ
એન્ડ એજ્યુકેશન ની પણ શરૂઆત કરવામાં આવશે તે વુ તેમણે જણાવ્યું હતું. કોલી સમાજ, મારવાડા સમાજ, અને મહેશ્વરી
સમાજ દ્વારા સંસ્થાને શુભેચ્છા અપાઈ હતી. કોટેશ્વરથી મોરારીબાપુએ શુભેચ્છા સંદેશ પાઠવી
પશુ હોસ્પિટલ અને સમૂહ લગ્ન સહિતની સંસ્થાની સેવા ને બિરદાવિ હતી. સંચાલન અરાવિંદ ભાનુશાલી
અને ભારત ગ્રુપ નલિયા ના છત્રાસિંહ જાડેજાએ દ્વારા કરવામાં આવ્યું હતું.