• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

ભુજમાં ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આગ

ભુજ, તા. 22 : શહેરના જયુબિલી સર્કલથી જી.કે. જનરલ હોસ્પિટલને જોડતા માર્ગ પર  સ્થિત ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આજે આગ લાગતાં કચેરીનો સામાન બળીને ખાખ થયો હતો. સંભવત: શોર્ટસર્કિટના લીધે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં કચેરીમાં આગ લાગતાં આ અંગે નગરપાલિકાના અગ્નિશમન દળને જાણ કરાઇ હતી. અગ્નિશામક વાહન સાથે ફાયરમેન્સ ઘટના સ્થળે ધસી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આમા ડી.સી.ઓ. જેઠવા, જિજ્ઞેશ અને ફાયરમેન ઇમ્તિયાઝ સમા, કરણ જોશી, અરમાન પટણી જોડાયા હતા. આ આગનાં કારણે કચેરીના રાચરચીલાં અને કાગળો બળીને ખાખ થઇ ગયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd