• શુક્રવાર, 14 માર્ચ, 2025

ગાંધીધામ એ.ડી. સ્કેટિંગ શાળાના છાત્રો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં અવ્વલ ક્રમે ઝળક્યા

ગાંધીધામ, તા. 6 : જિલ્લાકક્ષાના ખેલમહાકુંભ રમતોત્સવમાં રમાબેન મોહનલાલ દાવડા ફિઝીકલ એજયુકેશન તળે ચાલતી એ.ડી. સ્કેટિંગ સ્કુલના છાત્રોએ નોંધપાત્ર પ્રદર્શન કરી ચંદ્રકો મેળવી ઝળકયા હતા. નખત્રાણા અને  વર્માનગરમાં યોજાયેલી હરીફાઈમાં કચ્છના 120 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં અન્ડર 11 પુરુષ વિભાગમાં કવાટ સ્કેટિંગમાં ખુશાલ કોડરાણીએ 500 મી અને 1000મી ગોલ્ડ મેડલ, અન્ડર 11 મહિલા વિભાગ કવાડ સ્કેટિંગમાં ભાવના ગુપ્તાએ 500મી અને 1000મીમાં  ગોલ્ડ મેડલ, ચાર્મી પ્રજાપતીએ 500 મીટરમાં સિલ્વર મેડલ, અન્ડર 14 બહેનો કવાડ સ્કેટિંગમાં  વિધી દવેએ 500 અને 1000 મીટરમાં સિલ્વર મેડલ, અન્ડર 14 મહિલા ઈનલાઈન સ્કેટિંગમાં કાવ્યા કુકડીયાએ 500 અને 1000 મીટરમાં સિલ્વર મેડલ, અન્ડર- 14  પુરુષ વિભાગમાં સ્પર્શ રાયે 500 અને 1000 મીટરમાં  ગોલ્ડ મેડલ, ભવ્ય ગજરાએ 500મીટરમાં સિલ્વર અને 1000 મીટરમાં ગોલ્ડ મેડલ તેમજ યુગ ઠકકરે  500 મીટર રેસમાં બ્રોન્ઝ અને 1000 મી રેસમાં  સિલ્વર મેડલ પોતાના નામે કરી સિધ્ધી મેળવી હતી.આ ઉપરાંત અન્ડર 17 કવાડ સ્કેટિંગમાં પુરુષ વિભાગમાં સોમિલ લાલવાણીને 500મી અને 1000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ, મહિલા વિભાગમાં  દૃષ્ટિ ધોરડાએ 500 અને 1000 મીટરમાં ગોલ્ડ મેડલ, અન્ડર 17 ઈનલાઈન સ્કેટિંગમાં પુરુષ વિભાગમાં  શિવમ હરસોરાએ 500મી અને 1000મી રેસમાં ગોલ્ડ, જીલ મહેશ્વરીએ 500 અને 1000 મી રેસમાં સિલ્વર  તથા ઓપન કવાટ સ્કેટિંગમાં  દિનેશ રાઠોડે  500 અને 1000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ  અંકે કરી સિધ્ધી મેળવી હતી. વિજેતા ખેલાડીઓની રાજયકક્ષાએ પસંદગી થઈ હતી. ડી.એ.વી કોલેજના ટ્રસ્ટી મહેન્દ્ર બલદાણીયા, રાજેન્દ્ર શાહ, રમાબેન ટ્રસ્ટના ટ્રસ્ટી  નરેન્દ્રભાઈ દાવડા, જસુબેન દાવડા, રાજેન્ન્દ્ર વિઠ્ઠલાણી, કિશોર ગોટેચા અને કોચ અંકુર દાવડાએ વિદ્યાર્થીઓને  બિરદાવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd