ભુજ,તા.
12 : ગ્લોબલ વોર્મિંગ એટલે કે, જળવાયુ પરિવર્તન ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે પડકાર બન્યું છે. જો
કે, કચ્છના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો જળવાયુ પરિવર્તન આ સરહદી જિલ્લા માટે
નુકસાનકર્તા ઓછું અને ફાયદેમંદ વધુ સાબિત થયું છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઋતુચક્રમાં
ફેરફાર ચોકકસથી આવ્યો છે. કચ્છની વાત કરીએ તો શિયાળામાં કડકડતી ઠંડી તો પડી છે, પણ તેનો સમયગાળો ઘટયો છે. તો ગરમીના દિવસો વધી ગયા છે. આ વર્ષે તો દિવાળી
બાદ સુધી ગરમીનું જોર રહયું હતું. તો એક સમયે દુકાળિયા ગણાતા મુલકને જળવાયુ પરિવર્તને
પાણીદાર બનાવ્યો છે. તાજેતરમાં કચ્છ યુનિના
સંશોધકો દ્વારા કરાયેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં એ સામે નિકળીને આવ્યું છે કે બિપોરજોય
ચક્રવાતે આ જિલ્લામાં વ્યાપક નુકસાની સર્જી હતી, પણ તેની
એક સાનુકુળ અસર તળે બન્ની વિસ્તારની સુકી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો જોવા
મળ્યો છે. ચક્રવાતના કારણે સુકી અને ભીની ધુળ
જમા થતાં ફોસ્ફરસ જેવા પોષક તત્વોએ જમીનને ફળદ્રુપ બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યાનુસાર
એક સમય એવો હતે ક, જયારે કચ્છમાં સમયાંતરે દુષ્કાળના વર્ષ
આવતાં. કયારેક તો કપરા કાળ સમાન સ્થિતિનું સર્જન થતું હતું. 2018માં દુષ્કાળ પડયા બાદ છેલ્લા છ વર્ષથી સતત
સારો વરસાદ જિલ્લામાં પડી રહયો છે. આ છ વર્ષના ગાળામાં કયારેક સરેરાશથી બમણો તો કયારેક
ત્રણ ગણો વરસાદ પણ પડયો છે. ગુજરાત રાજય આપતિ
વ્યવસ્થાપન વિભાગમાંથી જે સતાવાર આંકડા પ્રાપ્ત થયા છે એ અનુસાર એક દાયકાના સમયગાળામાં
કચ્છનો સરેરાશ વરસાદ 98 મી.મી
એટલે કે ચાર ઈંચ જેટલો વધી ગયો છે. 201પમાં જિલ્લાનો સરેરાશ વરસાદ 387 મી.મી એટલે કે સ્ડા પંદર ઈંચ હતો જે હવે 48પ મી.મી એટલે કે સાડા ઓગણીસ ઈંચે પહોંચ્યો
છે. કચ્છ યુનિના સંશોધકો દ્વારા કરાયેલ અભ્યાસમાં એ વિગત જાણવા મળી હતી કે મધ્ય, પૂર્વ અને ઉતર આફ્રિકા તેમજ થારના રણમાંથી આવતા પવનો ફોસ્ફરસથી ભરપુર
કણોનું પરિવહન કરે છે. ડો. મહેશ ઠકકર, સીમા શર્મા, રૂપક ડે, રણજીતકુમાર
સારંગી, અભીરૂપ ચૌધરી અને આલિયાનાઝ આ સંશોધનમાં જોડાયા હતા. - ફોસ્ફરસ પેટર્નની તપાસ માટે નાસાના સેટેલાઈટનો ઉપયોગ : બિપોરજોય ચક્રવાત પછી બન્નીની સુકી જમીનની
ફળદ્રુપતા વધી છે ત્યારે આ માટે નિમિત્ત એવી ફોસ્ફરસ વિતરણ પેટર્નને સમજવા માટે નાસાના
મીરા -2 સેટેલાઈટનો ઉપયોગ કરી 40 વર્ષના ડેટાને આવરી લેવાયો હતો.