• ગુરુવાર, 20 માર્ચ, 2025

ખારાઈ પાસે ક્ષમતા કરતાં વધુ બેન્ટોનાઈટ ભરેલી ટ્રક ઝડપાઈ

ભુજ, તા. 12 : લખપત તાલુકાના ખારાઈ પાસે અલ્ટ્રા કંપનીના માઈન્સ ગેટ નજીકથી ક્ષમતા કરતાં વધુ બેન્ટોનાઈટ ભરેલી ટ્રકને એલસીબીએ ઝડપી કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ લખપત તાલુકામાં વાહન ચેકિંગમાં હતી, ત્યારે ખારાઈ પાસે બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલી ટ્રક નં. જી.જે. 12 બીવાય 8917વાળીને ઊભી રખાવી ચાલક થાવર રબારીને ટ્રકમાં ભરેલા ખનિજ બાબતે પાસ-પરમીટ તપાસતાં તેમાં ચાર ટન વધુ બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલ મળી આવતાં ખાણ-ખનિજની ધારા-34 મુજબ વાહન ડિટેઈન કરી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd