• મંગળવાર, 18 માર્ચ, 2025

ટુંડા પ્રીમિયર લીગમાં એમવી-ઈ ટીમ વિજેતા

મુંદરા, તા. 12  :  ટુંડા ક્રિકેટ ગ્રુપ દ્વારા ટુંડા પ્રીમિયર લીગ  ટીપીએલ-11નું આયોજન ટુંડા સ્પોર્ટસ ક્લબ ખાતે કરાયું હતું, જેમાં ચાર ટીમે ભાગ લીધો હતો. મેગા ફાઈનલમાં એમવી-ઈ ટીમ વિજેતા બની હતી. ઉપવિજેતા આઈકે-ઈ ટીમ થઈ હતી. સેમીફાઈનલમાં મેન ઓફ ધી મેચ ભગીરથાસિંહ જાડેજામેગા ફાઈનલમાં મેન ઓફ ધી મેચ આદમ કુંભાર, બેસ્ટ ફિલ્ડર મુન્નાભાઈ, બેસ્ટ બોલર શબીર કુંભાર, બેસ્ટ બેટ્સમેન ભગીરથાસિંહ જાડેજા, મેન ઓફ ધી સિરીઝ ઇન્દ્રજિતાસિંહ જાડેજા રહ્યા હતા. ચાર ટીમોના ફ્રેન્ચાઈઝી ઓનર મયૂરભાઈ આતુભાઈ મહેશ્વરી, અજયાસિંહ દિલીપાસિંહ જાડેજા, ઈસ્માઈલ ઓસમાણ કુંભાર, મહિપતાસિંહ ગાભુભા વાઘા હતા. ટ્રોફીના દાતા પરેશભાઈ પોપટલાલ ગંગર, મોમેન્ટોના દાતા વિવેકભાઈ નાનાલાલ કેશવાણી, અલ્પાહારના દાતા પ્રકાશભાઈ પ્રાણજીવન કેશવાણી, ઓસમાણગની સાલેમામદ થૈમ, હુસેનભાઇ ઉંમરભાઈ કુંભાર, અરાવિંદ કોલી અને બાબુ બળિયા હતા, જ્યારે સહયોગી દાતાઓ મર્હૂમ ઓસમાણગની આમદ લુહાર (હ. મામદ હુસેન), રાજેશભાઈ છગનલાલ કેશવાણી, મહેન્દ્રભાઈ રમણીકલાલ સેવક, નિર્મલાસિંહ ભોજરાજજી જાડેજા, સુલેમાન જુણસ કુંભારે સહયોગ આપ્યો હતો. ટ્રોફી વિતરણ અને દાતાઓના સન્માન કાર્યક્રમમાં દરેક સમાજના વડીલો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.  દાતાઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ટુંડા ક્રિકેટ ગ્રુપના કાયકરોના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ભગીરથાસિંહ જાડેજાએ કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd