• મંગળવાર, 18 માર્ચ, 2025

રાજ્યના ગૃહમંત્રીએ પૂર્વ કચ્છ પોલીસતંત્રની સરાહના કરી

અંજાર, તા.12 : તાલુકાના જુનાં સુગારિયામાં થયેલી મંદિર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવા  બદલ રાજ્યના ગૃહમંત્રી એ પૂર્વ કચ્છ પોલીસની પીઠ થાબડી હતી.  અંજાર પોલીસ મથકની હદમાં આવતું  જૂના સુગારિયા ગામમાં એક સાથે છ મંદિરમાં   ચોરીનો બનાવ પ્રકાશમાં આવતાની સાથે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. ગત તા.18/2ના  બનેલા બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ કબજે લેવાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ કચ્છ પોલીસની સર્તકતા અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. રેન્જ વડા ચિરાગ કરોડિયા, પૂર્વ કચ્છ પોલીસવડા  સાગર બાગમાર, અંજાર પી.આઈ. અજયસિંહ ગોહિલ સહિતનાને ગાંધીનગરમાં રૂબરૂ શુભેચ્છા પાઠવી હતી.  ગાંધીનગરમાં યોજાયેલી  બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓની હાજરીમાં શ્રી સિંઘવીના હસ્તે સુગારિયાના ગ્રામજનોને મંદિર ચોરીમાં ચોરાયેલો મુદ્દામાલ પરત અપાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd